|

|
| દાન તિજોરીવાળા કે મોટા નામ વાળા ના કરી શકે, |
| દાન તો મોટા મન વાળા અને ઉદાર હાથવાળા દેવો જ કરી શકે છે. |
|
 |
| દાન આપવું છે , નોરતો છે આજ ; |
| મા આપે છે દાન , બેન ભાણીયા કાજ . |
|
 |
| સારૂ થાય છે કે ખોટું થાય છે તે મને ખબર નથી |
| પરંતુ દેવ કરે તેવુ કોઇ ના કરે તે મને ખબર છે. |
|
 |
| કર્મ નો સિધ્ધાંત છે કે પડેલા ને ચડાવે ચડેલાને પાડે |
| આવું જોઇ ને માણસે માણસ બનવું તેની નોંધ લેવી |
|
 |
| નવા વરસ ના દરેક ને જય માડી, |
| દેવી રાખે દરેક ની લીલી વાડી. |
|
 |
| સત્ય છૂપાવ્યું ના રહે, પ્રકાશ પડદા માં ના રહે; |
| પુણ્ય અને પાપ છાનું ના રહે; દેવ જે કરે તે કોઇ ના કરે. |
|
 |
| પુણ્ય કરૂ છું કે પાપ કરૂ છું તે મને ખબર નથી તે મા જાણે, |
| પરંતુ મને સારુ લાગે તે કરૂ છું સારા અને ખોટામાં મા છે. |
|
 |
| દો છો મા તમે દાન મળે છે અમોને માન, |
| આ છે સમજવા જેવી શાન ના કરતા ગુમાન |
|
 |
| વૃક્ષ વિનાની જેમ વેલડી ચંદ્રવિનાની રાત, |
| ભાણતર વિનાની જિંદગી થઇ જાશે બરબાદ, માટે ભણો અને ભણાવો. |
|
 |
| સત્ય નો સૂરજ કદી આથમતો નથી, અસત્ય નાં વાદળો ભલે ઘેરાય, |
| સત્ય સમસ્ય ઊભી ના કરે સમસ્યા નો ઉકેલ કરે તે સત્ય. |
|
 |
| દેશ હોય કે પરદેશ હોય, અમીર હોય કે ગરીબ હોય, |
| સારા કામો ગમે ત્યાં અને ગમે તે સમયે કરી શકાય છે. |
|
 |
| સુખડ નાં ઝાડ ઉપર સાંપ વીંટાય, |
| પરંતુ સુખડ સુગંધ ના છોડે સુખડ ઝેરીલું ના બને. |
|
 |
| મેળો દેવો નો હોય કે પછી માણસ નો હોય, |
| પરંતુ મન મેળ કરવો, દેવો સિવાય તે સામાન્ય નથી. |
|
 |
| કાયદા અને કાનૂનની સલાહ વકીલો પૈસા લઇ ને આપે છે, |
| દેવો જીવન જીવવા ની રાહ, રસ્તા મફ્ત બતાવે છે, માટે દેવો ના ચરણે કાયમ રહો. |
|
 |
| લખાણ એક હોય કે બે હોય, સહી વિનાનું લખેલું નકામું છે, |
| ધન ભેગુ કરો ફાવે તેટલું પણ દાન ના કર્યું તેનું જીવન અને ધન બન્ને નકામું છે. |
|
 |
| માણસ વચન બે વચન કરી શકે છે, દેવ એક વચની હોય છે. |
| વચન આપીને પાળે તેનુ નામ દેવ. |
|
 |
| ફુલ અને ફુલઝાડ સમય આવતાં ખીલે છે અને સુકાય છે, |
| પરંતુ કરેલું દાન અને કર્મ ક્યારેય સુકાતાં નથી. |
|
 |
| સમય પ્રમાણે સાથે રહેજો, સાચું – ખોટું તમે કહેજો, |
| સદાય અમારી સાથે રહો છો એ વાત નો અમને આનંદ છે. |
|
 |
| સારું કર્યું કે ખોટું કર્યું સારા ખોટા નો સાક્ષી ઇશ્વર છે, |
| અને તે બધું જ જોવે છે, સર્વ કર્તા તો મા જ છે. |
|
 |
| ઊગતા સૂરજે મા આવીયા અને દેતા માડી દાન, |
| માણસો શું ઓળખી શકે ? જે ને સમજણ માં નહીં ભાન. |
|
 |
| દેનાર જ્યારે દે છે ત્યારે સમજવું કે, |
| ભગવાનની કૃપા દેનાર અને લેનાર પર થઇ છે. |
|
 |
| માડી તારી વાણી રે ઊંચી ઊંચા મંદિર ને નીચાં બારણાં, |
| માડી તે તો દાન માં દીધા પારણાં. |
|
 |
| ધર્મ એ ધન ભેગું કરવા માટે નથી, |
| પરંતુ ધર્મ ને ઓળખી ને કર્મ કરવા, પરમારથ કરવા માટે છે. |
|
 |
| આત્મા થી ઓળખીને બોલો; અને હૃદય ના દ્વાર ખોલો, |
| મા ને પગે લાગીને કામ કરો; દીવો એવો કરો કે અજવાળું કાયમ રહે. |
|
 |
| ખિસ્સા માં રહે, એ ભગવાન ના હોય, |
| પણ કપડાંને ખિસ્સા આપે એનું નામ ભગવાન. |
|
 |
| દીધાં દાન મળ્યાં માન માન અને દાન મા નાં કહેવાય |
| બેન – ભાણેજનાં પુણ્ય થી પ્રભુતા પ્રસન્ન થાય છે. |
| માડી દાન દે છે, માણસો માન લે છે. |
|
 |
| દિવસ હોય કે રાત હોય પણ સારા કામ ગમે ત્યારે થઇ શકે છે. |
|
 |
| જે દાન થાય છે તે મા કરે છે, |
| જે દાન કરીને મે કર્યું તેમ કહે છે, તે માનવ કરે છે. |
|
 |
| જાણે અજાણે કરેલું, કહેલું ખોટું નથી હોતું, |
| તો જાણે કરેલું પુણ્ય તો મા જાણે. |
|
 |
| દેશ જવાય, પર દેશ જવાય; સારું કામ સાથે રખાય. |
|
 |
| આંખો જોવાનું બંધ કરે, મન વિચારવાનું બંધ કરે. |
| તો ફક્ત તમે કંઇ કરતા નથી તેમ સમજાશે. |
|
 |
| દાન દેવા માટે પૈસાની જરૂર નથી, દેવ જરૂર છે. |
|
 |
| જે લોકો જાહેર દાન કરે છે તે દાન નથી, |
| કારણ કમાવા માટે ધન ખર્ચે છે, એવા દાન વિશે ની જરૂર નથી. |
|
 |
| બીમારીમાં કે બેકારીમાં પણ, |
| દાન તો ગમે ત્યારે થઇ શકે છે. |
|
 |
| સાચું – ખોટું ના સમજાય, કરેલું પુણ્ય – પાપ એળે ના જાય. |
|
 |
| જગત રૂઠે તો રામ મનાવે છે. |
| પણ જેનો રોમ રૂઠ્યો હોય તો માત્ર વિનાશ ઓરે છે. |
|
 |
| દાન લેવું તેના કરતા દાન દેવું સારૂ છે. |
| એનાં કષ્ટ મા કાપે મા ને મળજો માન. |
|
 |
| હે મા ! જો તમે તમારાં બાળ ને ઘોડીયાં આપતા હો તો એ બહેનોનું અને બાળક નું સદ્ ભાગ્ય છે, |
| પણ જો બાળક ની માને બાધ હોય તો તે એનુ દુર્ભાગ્ય છે. |
|
 |
| નવા નોરતાંમાં મા નવા દેતાં દાન. માન માં જોજો ભૂલા ના પડો, |
| ભલે થાય તમારું અપમાન. |
|
 |
| તું ગજબ છું કિરતાર હું કરું નફરત તું કરે છે. |
| મને પ્યાર તું એવો છું કિરતાર. |
|
 |
| ઘોડીયાં નું દાન મા આપે. |
| એનાં કષ્ટ મા કાપે મા ને મળજો માન. |
|