36th Patotsav Invitation, Meldi Maa Madh, Kheda

પરમ શ્રધ્ધેય………………………………………………………………………………………….           

                                           ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરીને શિવ અને શક્તિની ભક્તિના માધ્યમ થી “ સત્ય મેવ જયતે”  ના સુત્ર ને સાકાર કરતું જીવન એટલે આપણા પ્રેરણામૂર્તિ પરમ પુજ્ય જયમાડી. ભગવતી શ્રી મેલડીમાના સાન્નિધ્યમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ભગવતી શ્રી મેલડીમા મઢ ખેડા ખાતે  અવિરત ચાલે છે. દાન માટે ક્ષમાના સૂત્રને જીવનસૂત્ર ગણી આજે સતત દેવસેવા , દેહસેવા અને દેશસેવા કરતા પુજ્ય માડીએ આપણને “મા” ના ૩૬મા પાટોત્સવની ઉજવણી કરવાનો અનેરો અવસર આપ્યો છે તેના માટે સમસ્ત મેલડી મા સેવા પરિવાર ઇન્ટરનેશનલ આજે કૃતજ્ઞતાપૂર્વક નમન કરે છે.

ધર્મધજાની સાથે ભારતનો તિરંગો વરસોથી માનભેર ભગવતી શ્રીમેલડીમાના મઢપર લહેરાય છે. ખેડાવાળી માનું કોઇજગ્યાએ ઉઘરાણું નહીં તેમજ માનામઢમાં કોઇ જગ્યાએ દાન પેટી નથી. મેલડીમા અને મહાકાળીમાએ જન્મવખતે જાળવ્યા અને જુલાવ્યા એવા એક સામાન્ય નરમાંથી નારાયણી શક્તિના સથવારે પૂ.માડીએ  અસંખ્ય ભજનો ગીતો, ગરબા, દેશભક્તિગીત અને  સત્યહકીકતોના પુરાવાસાથે અનુભવદ્વારા મહાન ગ્રંથોની રચના કરી છે (ભગવતીગુણગાથાગ્રંથ ભાગ (૧) અને ભાગ (૨) ભગવતીગુણગાથા ગ્રંથ ભાગ (૩) – (૪) વીર વિક્રમાદિત્ય )જેવા મહાનગ્રંથો રચ્યાછે.શિવ-શક્તિનીભક્તિ,ભારતદેશના મહાનપાત્રો,સંતો,ભક્તો, શુરાઓ,સતીઓ, રામાયણ, મહાભારત, ભાગવત,શ્રીમદભગવદગીતાના આધાર પુરાવાઓ સાથે શક્તિપીઠોનું સત્ય અને ખાસ કરીને પાવાગઢનો અસલી ઇતિહાસ આ ગ્રંથોમાં લખેલ છે. વિશ્વની મહાન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમા આ ગ્રંથો સ્થાન પામ્યા છે.

ઋષિ અને કૃષિનો આપણો ભારત દેશ છે જેના આધાર સ્વરૂપ મહાન ચાર વેદોછે અને તેમાં વર્ણવેલ મહાન યજ્ઞો પણ વરસો થી ખેડાની ધરતી પર પુજ્ય માડીના માર્ગદર્શન પ્રમાણે થાય છે. રાષ્ટ્રની પ્રગતિ તેમજ પર્યાવરણની જાળવણી અને વિશ્વ કલ્યાણ ની ભાવના સાથે  આ વર્ષે પણ પૂ.માડી દ્વારા  (અશ્વમેધ યજ્ઞ) નું આયોજન કરેલ છે. યજ્ઞ માટે પશુપતિનાથ ના મહંત તેમજ ગોકર્ણ ના વિદ્વાન બ્રાહ્મણો પધારશે.  ૩૬મો પાટોત્સવ તા-૧૩-૨-૨૦૨૦ થી તા- ૧૫-૨-૨૦૨૦ દરમીયાન ભગવતી શ્રી મેલડીમા સેવાપરિવાર ખેડા, ઇન્ટરનેશનલ દ્વારા સંપન્ન થનાર છે.

આ શુભપ્રસંગે રાષ્ટ્રપ્રેમના પ્રતિકરૂપે રાષ્ટ્ર ધ્વજ વંદના, અશ્વમેધયજ્ઞ” પૂજ્ય માડીની સત્સંગસભા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આદ્યશક્તિના પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.

પાટોત્સવમાં ગુજરાત તેમજ મુંબઇના સુપ્રસિધ્ધ કલાકારો ખેડા મુકામે ઉપસ્થિત રહેશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિદર્શન મેલડીમા સેવા પરિવાર ની દીકરીઓ કરશે તો આ પવિત્ર પાટોત્સવમાં સત્ય,પ્રેમ કરૂણા સાથે ની ભાવ ભક્તિ અને શ્રધ્ધાના સહભાગી બનો તેવી ભાવના સાથે ખેડા ભગવતી શ્રી મેલડી મા ના ૩૬મા પાટોત્સવ માં પધારવા અમારૂ ભાવ ભર્યું હાર્દિક નિમંત્રણ છે.

ભગવતીશ્રી મેલડી મા સેવા પરિવારખેડા ઇન્ટરનેશનલ

Rajman Rajeshwari Bhgwati Shri Meldi Maa Madh, Kheda, 387411(Gujarat) India

visit: http://jaymaadi.org /  https://www.youtube.com/ https:instagram.com/ https://www.facebook.com/jaymaadi.kheda meldimaakheda@yahoo.com /jaymaadik@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *